શિક્ષક દિવસ ૨૦૨૧ :- વિચાર ગોષ્ઠી કાર્યક્રમ

       સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકનો ધર્મ અને કર્મ વિષય પર વિચારગોષ્ઠી ૨૦૨૧ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રખર તત્વજ્ઞાની યોગ ઉપાસક પુજ્ય ભાણદેવજી મહારાજ ઉપસ્થિત રહેલ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી ડો. વિજયભાઈ દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તામંડળના સદસ્ય શ્રી ઓ ભવનના અધ્યક્ષ શ્રી ઓ અધ્યાપક ગણ મોટી સંખ્યામાં online શ્રવણ કરવા માટે શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિચાર ગોષ્ઠિ ની શરૂઆત સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ડો વિજયભાઈ દેસાણી દ્વારા કાર્યક્રમના પ્રમુખ વક્તા પુજ્ય ભાણદેવજી મહારાજ નું અભિવાદન કરી સ્વાગત કરેલ હતું પોતાના સ્વાગત પ્રવચનમાં ડો વિજયભાઈ દેસાણી એ શિક્ષકદિન જેવા પવિત્ર દિન નિમિત્તે વિચાર ગોષ્ઠિ ના આયોજન માં ઉપસ્થિત તમામ શ્રોતા ઓને આવકારી સ્વાગત કર્યું હતું તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિ તેના ગુરુ થી ઓળખાય છે શાસ્ત્રોમાં પણ ગુરુનો મહિમા અને આશ્રમ પરંપરાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે કોઈપણ યુગમાં શિક્ષક ની મહત્તા સર્વોચ્ચ શિખરે છે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી તમામ ઉપસ્થિત શિક્ષકોને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે આહવાન કરેલ હતું. શાબ્દિક સ્વાગત બાદ ભારતીય પરંપરા પ્રમાણે પુજ્ય ભાણદેવજી મહારાજનું અભિવાદન સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપ કુલપતિ ડો. વિજયભાઈ દેસાણી દ્વારા સ્મૃતિ ચિહ્નો અને પુસ્તક અર્પણ કરી કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમની પ્રસ્તાવના અને પૂર્વભૂમિકા જણાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી એ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે એક શિક્ષક તરીકે આપણું કર્તવ્ય છે આપણું શું કર્મ છે શું ધર્મ છે એ અંગે પ્રેરક ઉદબોધન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના આંગણે ઉપસ્થિત પુજ્ય ભાણદેવજી મહારાજ અને તમામ શ્રોતાઓને આવકારેલ હતા.શિક્ષકની વંદના અને શિક્ષકની મહિમાનો દિવસ એટલે શિક્ષક દિન એમ જણાવતા કુલપતિ સાહેબે જણાવ્યું કે શિક્ષકનું કર્તવ્ય વ્યક્તિ નિર્માણ થી લઈ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે સમાજને યોગ્ય દિશા આપવાનું કાર્ય શિક્ષકનું છે.શિક્ષક ને સાચા મૂર્તિકાર ગણાવીને સૌએ શિક્ષકોને અને પુજ્ય ભાણદેવજી મહારાજને વંદન કર્યા હતા શિક્ષક નું ગૌરવ વધે અને એના જ્ઞાન અને સત્યના સાક્ષી તેઓ બને એ માટે એની ભૂમિકા ના ભાગરૂપે વિદ્યાર્થીઓ ની અંદર એક છબી અંકીત કરવી અને માત્ર વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ જ નહીં પણ સર્વાંગી વિકાસ માટે કર્તવ્ય બંધ બનવું જોઈએ એમ જણાવેલ હતું. પુજ્ય ભાણદેવજી મહારાજનો પરિચય આપતા માનનીય કુલપતિશ્રી એ જણાવ્યું કે તેઓ અધ્યાત્મ માર્ગના યાત્રી સમર્થ લેખક અધ્યાત્મ વિજ્ઞાનના સમર્થ જ્ઞાની યોગાચાર્ય યોગ વિશારદ અને અનેક પુસ્તકો જેમણે લખેલાં છે એવા અનેક વિદ્યા ના તલસ્પર્શી અને અનુભવસિદ્ધ જ્ઞાતાનું બિરુદ પ્રાપ્ત કરનાર લેખક અને કથાકાર એવા પુજ્ય ભાણદેવજી મહારાજ પરમ અને પ્રખર યોગ ઉપાસક શાંતિનિકેતન આશ્રમ મોરબી નો ઉલ્લેખ કરી આશ્રમ વ્યવસ્થા ને યાદ કરી તેમણે પુજ્ય ભાણદેવ જી મહારાજ દ્વારા બનારસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતનું જ્ઞાન મેળવેલ છે તેમજ તેઓ શિક્ષણના ગહન ચિંતક અને લોકભારતી સણોસરા સંસ્થામાં પ્રોફેસર તરીકે રહી ચુકેલ પુજ્ય ભાણદેવજી મહારાજ ને આવકાર્યા હતા.


Published by: Physical Education Section

04-09-2021